Posts

ગંધેલ(ભમરી) પોતાનું ઘર કેવી રીતે બનાવે છે.

Image
 

ભમરી(ગંધેલ)ઘર કેવી રીતે બનાવે છે.| भमरी (ततैया) घर कैसे बनाती हैं। |How a wasp builds a house.

Image
 ભમરી(ગંધેલ) ઘર કેવી રીતે બનાવે છે.| भमरी (ततैया) घर कैसे बनाती हैं। |How a wasp builds a house.

બ્રેકોનીડ ભમરી નામની જીવાત

Image
  બ્રેકોન બ્રેવિકોર્નિસ નાળિયેરીની કાળા ‘માથાવાળી ઈયળનું પરજીવીકરણ કરે છે. સામાન્ય રીતે બ્રેકોનીડ “ભમરી ઘેરા રંગની અને બે જોડી અધપારદર્શક પાંખોવાળી હોય છે. તેની અપરિપક્વ અવસ્થાએ તેને ઓળખવી મુશ્કેલ છે. તેનાં બાહ્ય કોશેટા દેખતે કીટકના ઇંડાને મળતાં આવે છે પરતુ રેશમી હોય છે. તે વિભિન્ન પ્રકારના કોટકોનું પરજીવીકરણ કરે છે. કેટલીક પ્રજાતિ કોટકના અંદરના ભાગે હુમલો કરે છે. જ્યારે કેટલીક પ્રજાતિ બહારથી પોષણ મેળવે છે. આ ભમરીની જુદી જુદી પ્રજાતિઓ કીટકના ઈંડ, ઈયળ, કોશેટા અને પુખ્ત અવસ્થાનું પરજીવીકરણ કરે છે. બ્રેકોનીડ ભમરી જીવાતની ઈયળ અવસ્થાએ હુમલો કરે અને ઈયળનાં શરીરમાં ઈંડા મૂકે છે. ઇંડામાંથી નીકળતી ઈયળ જીવાતની ઈયળના શરીરને અંદરથી કોરી ખાઈ વિકાસ પામે છે. આખરે તે ઈયળની ચામડી કોયી બહાર આવી તેની ખાસિયત મુજબ કોશેટા બનાવે છે જેમાંથી પુખ્ત ભમરી નીકળે છે.

નર્મદા જીલ્લાના ડેડીયાપાડા તાલુકામાં આવેલ નાની ભમરી નામનું ગામ.

  નાની ભમરી   ભારત  દેશના પશ્ચિમ ભાગમાં આવેલા  ગુજરાત રાજ્યના  દક્ષિણ પૂર્વ ભાગમાં આવેલા  નર્મદા જિલ્લામાં  આવેલા કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક અને  મહારાષ્ટ્ર રાજ્યને  અડીને આવેલા એવા  ડેડીયાપાડા તાલુકામાં  આવેલું એક ગામ છે. આ ગામમાં મુખ્યત્વે  આદિવાસી  લોકોની વસ્તી રહે છે. નાની ભમરી ગામમાં  પ્રાથમિક શાળા ,  આંગણવાડી  અને દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય છે. આ ગામ ડુંગરાળ તેમ જ જંગલ વિસ્તારમાં આવેલું છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય  ખેતી ,  ખેતમજૂરી  તેમ જ  પશુપાલન  છે. આ ઉપરાંત અહીંના લોકો જંગલમાંથી  મહુડાનાં  ફુલ તેમ જ બી,  ખાખરાનાં  પાન,  ટીમરુનાં  પાન,  સાગનાં  બી,  કરંજના  બી જેવી ગૌણ વનપેદાશો (જંગલમાંથી પ્રાપ્ત થતી ઈમારતી લાકડા સિવાયની ખોરાક તરીકે વાપરી શકાય તેવી તેમ જ વેચાણ કરી પૈસા મેળવી શકાય તેવી વસ્તુઓ) એકઠી કરી તેને વેચીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે.

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલ ભમરી નામનું ગામ.

  ભમરી (તા. સંતરામપુર)   ભારત  દેશના પશ્ચિમ ભાગમાં આવેલા  ગુજરાત રાજ્યના  મધ્યપૂર્વ ભાગમાં આવેલા મુખ્યત્વે  આદિવાસીઓની  વસ્તી ધરાવતા  મહીસાગર જિલ્લામાં  આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા  સંતરામપુર તાલુકામાં  આવેલું એક ગામ છે. ભમરી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય  ખેતી ,  ખેતમજૂરી  તેમ જ  પશુપાલન  છે. આ ગામમાં મુખ્યત્વે  મકાઈ ,  બાજરી ,  તુવર  તેમ જ  શાકભાજીના  પાકની  ખેતી  કરવામાં આવે છે. આ ગામમાં  પ્રાથમિક શાળા ,  પંચાયતઘર ,  આંગણવાડી  તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

કહેવત સ્વરૂપે ગંધેલનો શબ્દ પ્રયોગ કરતા (ધોડિયા) આદિવાસીઓ.

 નાની નાની બાબતોમાં લડાઈ ઝઘડો કરતી વ્યક્તિ માટે (ધોડિયા)આદિવાસી વિસ્તારમાં લોકો કહેવત સ્વરૂપે ગંધેલ જેવી કે જેવો છે તેવો શબ્દ પ્રયોગ કરે છે.